Dr. Rekha S. Patel
Arts & Mahmedabad Urban Pi.Co. Bank Commerce College,Mahmedabad,Kheda
પ્રસ્તાવના :
સમાજની રચના અને કાર્યમાં થતાં ફેરફારને સામાજિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. સમય બદલાય, પરિસ્થિતિઓ બદલાય, વિવિધ સ્વરૂપના ભારતમાં પરિવર્તનો આવી રહ્યા છે. તેમાં ખાસ કરીને માસ મીડિયા અને ટેક્નોલોજીની દુનિયાના વિશાળ વિશ્વને મુઠ્ઠીમાં બંધ કરી લઈ તેનો સૌથી વધુ લાભ, ઉપયોગ, ઉપભોગનો કોઈ ભોગ બન્યું હોય તો તે છે યુવાનો. પણ તેની પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ-ગેરલાભ, પ્રશ્નો-સમસ્યાઓ અને પરિણામોનો ઉકેલ અભ્યાસનો વિષય છે.
• અર્થ :
1. સમૂહ માધ્યમો :
Mass એ એકથી વધુ લોકો માટે વપરાતો શબ્દ છે. જ્યારે સમૂહ માધ્યમ સામાન્ય રીતે વર્તમાન સમયમાં સૌ કોઈના દ્વારા બોલવામાં, સાંભળવામાં, વાંચવામાં આવે છે. સમૂહ માધ્યમોને વિશ્વવ્યાપી અસરો જનમાનસ પર કરી છે. લોકમાનસને સભાન અને જાગૃત કરવાનું તેમ ચેતવણી આપવાનું શ્રેષ્ઠ કાર્ય સમૂહ માધ્યમો કરી રહ્યું છે. આ એવા માધ્યમો છે જેના દ્વારા સૂચના, સમાચાર, જ્ઞાન, સમજ, આગાહી, ચેતવણી, સલામતી, જાહેર ખબર, સ્પેશિયલ મેસેજ, વિશ્વની જાણકારી, શિક્ષણ, પર્યાવરણ, મનોરંજન, રમતગમત, ખગોળશાસ્ત્રીય, ભૂસ્તરશાસ્ત્રીય, વાંચન-સામગ્રી, ઐતિહાસિક સામગ્રી, પોષણ-આહાર વગેરેનું જ્ઞાન આપણા સુધી પહોંચાડે છે.
જ્યારે Media શબ્દ એ બે વ્યક્તિ સમૂહો કે જૂથો વચ્ચે સેતુ બનાવાનું કાર્ય કરાર ‘સાધન’ તરીકે માનવામાં આવે જેને સમજશાસ્ત્રમાં મધ્યસ્થી, માધ્યમ, લવાદ, વચેટિયા વગેરે છે. શબ્દથી ઓળખવામાં આવે છે. તે શ્રાવ્ય માધ્યમ, દૃશ્ય માધ્યમ કે મુદ્રિત માધ્યમ કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ હોઈ શકે. જેથી વ્યક્તિ, જૂથ કે સમૂહ પ્રભાવિત બને છે. માસ મીડિયા એ સમાજને પ્રત્યાયનની પ્રક્રિયાનું કાર્ય કરીને સામાજિક સંબંધોનું ગૂંફન તરીકે કાર્ય કરે છે.
Youth યુવાની જીવનનો એક તબક્કો છે. યુવા શબ્દનો અર્થ બાળપણ અને પ્રૌઢાવસ્થા વચ્ચેનો સમય. વર્તમાન સમયનાં યુવાનો સમૂહ માધ્યમોના સ્ત્રોતોના તરીકે સમાચાર રેડિયો, ટેલિવિઝન, ચલચિત્રો, ઇન્ટરનેટ, હોર્ડિંગ્સ વગેરેની દૃશ્યશ્રાવ્ય માધ્યમ છે. તે દ્વારા યુવાનો પોતાની પ્રવૃત્તિને દિશા આપે છે, માર્ગદર્શન લે છે અને આપે છે. ક્યારેક યુવાનો Mass Media ને સમય આપે, સમય ફાળવે છે. સમય ગુમાવીને કાર્ય બગાડે સમય બગાડે છે. તેની સામાજિક પરિવર્તન પરિપ્રેક્ષ્યથી તેની અસર અભ્યાસનો વિષય છે.
2. સંશોધનની અગત્યતા :
ભારતને આઝાદી લેવાની/મેળવવાની ત્યારથી સમાચારપત્રો રેડિયો, મૂક સંદેશાવ્યવહારની વસ્તુઓ શિક્ષિત અને અશિક્ષિત વ્યક્તિઓ સંચાર સાથે પ્રત્યક્ષ સ્વરૂપે કે પરોક્ષ સ્વરૂપે જોડાયેલા રહ્યા છે. આજે સંચાર માધ્યમનું સ્થાન અગ્રસ્થાને છે. તે તેની અગત્યતા છે.
3. સંશોધનનો વ્યાપ :
આ પ્રકારનો અભ્યાસ જે સમૂહ માધ્યમોનું વિજ્ઞાન છે જેનો સમાવેશ સમાજશાસ્ત્ર અને સમૂહ માધ્યમો અભ્યાસ પરથી સિદ્ધાંત મળી શકે છે.
4. સંશોધનની આવશ્યકતા :
યુવા પુરુષો અને સ્ત્રીઓમાં જ્યારે Mass Media ના ઉપયોગ માટે શિક્ષણની આવશ્યકતા છે. આ પ્રકારનું સંશોધન સમાજશાસ્ત્ર વિષયમાં અગત્યતા અને આવશ્યકતા ધરાવે છે.
5. સંશોધનનો હેતુ :
આજનો યુવાન Mass Media સાથે કઈ રીતે સંકળાયેલો છે તેની શી અસરો છે તે ચકાસવી.
6. સંશોધન પદ્ધતિ અને મર્યાદા :
આ પેપર માટે ગ્રંથાલય પદ્ધતિનો ઉપયોગ કરવા આવ્યો છે. સામાજિક સંશોધનનું કાર્ય એ ગ્રંથાલય સિવાય પૂર્મ થતું જોવા મળતું નથી. ગ્રંથાલય પદ્ધતિ દ્વારા અભ્યાસ વિષેનું ઘણું ઊંડું જ્ઞાન, માહિતી, આંકડાકીય માહિતી મેળવવા સ્ત્રોત બની રહેલ છે. આ સામાજિક સંશોધનમાં કેટલાક નમૂનારૂપી પુસ્તકો મેળવી અભ્યાસ હાથ ધરેલ છે : (૧) સમયમર્યાદાને ધ્યાનમાં અને મર્યાદાને લીધે સીમિત અભ્યાસકીય કાર્ય હાથ ધરેલ છે જેના પરથી પેપર રજૂ કરેલ છે. (૨) સમહ માધ્યમોના વિવિધ સ્ત્રોતો છે. જેમાંથી ઇન્ટરનેટ, ઇ-મેઈલ, ફેસબુક અને વ્હોટ્સએપની અસરે પ્રાધાન્ય આપવામાં આવેલ છે. આ વિષય ક્ષેત્રની મર્યાદા રહેલ છે.
7. સંશોધન કાર્યના વિવિધ આયામો :
7.1 ઇન્ટરનેટ :
ઇતિહાસ : આજથી ૧૦ કે ૨૦ વર્ષ પહેલાના સમયનો વિચાર કરીએ તો ‘ઇન્ટરનેટ’ શબ્દ એક નવો જ શબ્દ ગણાતો, લોકો તેના વિશે આશ્રયપૂર્વક ચર્ચા કરતા અને નવાઈ પામતાં, પરંતુ આજની પરિસ્થિતિ કંઈક અલગ જ છે. આજે નાના ભૂલકાઓથી માંડી વડીલો પણ ઇન્ટરનેટની દુનિયાથી ખૂબ જ પરિચિત બન્યા છે. તેમાં પણ છેલ્લા ૫ કે ૭ વર્ષથી ઇન્ટરનેટને મોબાઈલ સાથે સુસંગત રીતે જોડવામાં આવ્યા છે. ત્યારથી ઇન્ટરનેટ વિશેની અનેકગણી માહિતી સામાન્ય લોકો સુધી પહોંચી ચૂકી છે.
સામાન્ય રીતે ઇન્ટરનેટ એટલે વિશ્વનું સૌથી મોટું જાળું જે સંખ્યાબંધ કમ્પ્યૂટરોને એકબીજા સાથે જાેડે છે. જેમ કે ટીવીનું જાળું જે સંખ્યાબંધ કમ્પ્યૂટરોને એકબીજા સાથે વધુ સુસંગત રીતે જોડવામાં આવ્યા છે. ત્યારથી ઇન્ટરનેટ વિશેની અનેકગણી માહિતી સામાન્ય લોકો સુધી પહોંચી ચૂકી છે.
ઇન્ટરનેટની અસર :
ઇન્ટરનેટની અસરનો વ્યાપ ખૂબ વિસ્તૃત છે. તેની અસર વ્યક્તિગત પાસાંથી માંડી સામૂહિક સ્તરે પણ થતી જાેવા મળે છે. ઉપરાંત સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક વગેરે પાસાંઓ પણ ઇન્ટરનેટની અસર પામે છે.
ઇન્ટરનેટ એ માહિતીનો વિસ્તૃત ખજાનો હોવાથી કોઈ પણ વ્યક્તિ પોતાની ચાર દીવાલો વચ્ચે બેસી માત્ર આંગળીના ટેરવા આધારે વિશ્વમાં ઘટતી વિવિધ ઘટનાઓ વિશે જાણી શકે છે. તેમજ વિશ્વના કોઈ પણ ખૂણે રહેલી વ્યક્તિ સાથે ઇન્ટરનેટ માધ્યમથી જાેડાઈ શકે છે. માત્ર વ્યક્તિગત નથી. વૈશ્વિક રાજકીય પ્રત્યાયન, આર્થિક પ્રત્યાયન અને વૈશ્વિક ધાર્મિક તેમજ શૈક્ષણિક જેવા પ્રત્યાયનો પણ શક્ય બને છે. દા.ત., કોઈ વિદ્યાર્થી પોતાના વિષયને લગતું વિશ્વ સ્તરીત જ્ઞાન મેળવવા ઇચ્છતો હોય તો તેને માટે ઇન્ટરનેટ મહત્ત્વનો સ્ત્રોત બની રહે છે.
દરેક વ્યક્તિ પોતાના રસ મુજબની દૃશ્ય દૃશ્ય-શ્રાવ્ય અને મુદ્રિત સામગ્રી ઇન્ટરનેટના માધ્યમથી સરળતા મેળવી શકે છે. જેથી તેને માહિતીના વિવિધ સ્ત્રોતો જેમાંથી માહિતી એકત્ર કરવી મુશ્કેલ બનતી હોય, તેના પર વધુ આધાર રાખવો પડતો નથી. ઉપરાંત ઇન્ટરનેટના માધ્યમથી મળતી માહિતીઓ લેટેસ્ટ હોવાથી તે જે-તે ક્ષેત્રમાં વર્તમાન પ્રવાહો વિશે પણ જાણી શકે છે. માત્ર આટલું જ નહિ પરંતુ વિકીપીડિયા, એન્સાઇક્લો-પીડિયા વગેરે જેવા માહિતીના સ્ત્રોતો જે-તે ખ્યાલો ઘટનાઓ, વ્યક્તિઓ અને અન્ય બાબતો વિશેની ખૂબ ઊંડાણપૂર્વકની અને વ્યવસ્થિત માહિતી પૂરી પાડે છે. ટૂંકમાં તે ઇન્ટરનેટ પત્રકારત્વ માટે પણ ખૂબ જ ઉપયોગી સાધન છે.
ઇન્ટરનેટે સામાજિક વાતચીત, પ્રવૃત્તિ અને સંગઠન માટે એક નવંુ જ સ્વરૂપ શોધી કાઢ્યું છે. ઇન્ટરનેટ વપરાશને કારણે આ શક્ય બન્યું છે. સોશિયલ નેટવર્ક સર્વિસ વેબસાઇટ જેવી કે ફેસબુક અને માયસ્પેસ સમાજીકરણમાં પરસ્પરના સહયોગ અને વાતચીત માટે નવું પરિબળ ઉમેર્યું છે. આ સાઈટનો યુઝર્સ તેના શોખ કે રસના વિષયો દર્શાવવા માટે એકબીજા સાથે સંપર્ક રાખવા માટે વિવિધ પ્રકારના અંગત પેજીસ ઉમેરી શકે છે. આ ઉપરાંત સાઈટમાં વિશાળ પ્રમાણમાં યુઝર્સ હોય છે. જાે સાઈટ પરવાનગી આપે તો યુઝર્સ તેઓના સાચા નામ દર્શાવી શકે છે અને અન્ય ગ્રુપના વ્યક્તિઓ કે યુઝર્સ સાથે વાતચીત કરી મીટઅપ.કોમ (Meetup.com) જેવી સાઈટ રૂબરૂ બેઠક કરી શકે તેવા જૂથના સમૂહ હોય છે. પણ તેમાં પણ કેટલાક જૂથો મીટઅપ વેબસાઇટમાં તેમના જૂથની સાઇટ બનાવે છે અથવા અન્ય વેબસાઇટ પર વાતચીત કરે છે.
7.2 ઈ-મેઈલ :
ઈ-મેઈલ એ ઇન્ટરનેટના માધ્યમથી અપાતી એક પ્રકારની સેવા છે. જે લગભગ સૌથી વધુ ઉપયોગમાં આવે છે. આપણે આગળ જાેયું તે પ્રમાણે ઇન્ટરનેટના આધારે આપણે વિશ્વના કોઈ પણ ખૂણે રહેતા લોકોના સંપર્ક સાધી શકીએ છીએ. તેમજ તેને ઈ-મેઈલ (ઇલેક્ટ્રોનિક મેઈલ-વિજાણુ ટપાલ) પણ મોકલી શકીએ છીએ. ખૂબ સાદી ભાષામાં કહીએ તો આ ટપાલ સેવા જ છે.
ઈ-મેઈલનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ પોતાનું સરનામું જેને ઈ-મેઈલ એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે તે ધરાવતો હોય છે અને તેના માધ્યમથી જ તે પોતાના ખાતામાં એન્ટ્રી કરી શકે છે અને અન્ય ઈ-મેઈલ એડ્રેસ ધારકોને ઈ-મેઈલ મોકલી શકે છે. જાેકે પોતાના ખાતામાં એન્ટ્રી મેળવવા માટે ઈ-મેઈલ એડ્રેસ ઉપરાંત પાસવર્ડની પણ જરૂરત રહે છે. જેવી ઈ-મેઈલ ધારકોને સંરક્ષણ મળી શકે. આ પ્રકારની સેવામાં વ્યક્તિ એક જ સમયે એક કે તેથી વધુ પ્રકારની દૃશ્ય, દૃશ્ય-શ્રાવ્ય, મુદ્રિત વગેરે સામગ્રીને એક કે એકથી વધુ ઈ-મેઈલ એડ્રેસ ધારકોને મોકલી શકે છે. માત્ર… દબાવતાની સાથે જ ઈ-મેઈલ જે-તે વ્યક્તિ સુધી માત્ર પળવારમાં પહોંચી જાય છે. આમ, તે સાદી ટપાલસેવાથી ખૂબ ઝડપી, ઓછી ખર્ચાળ અને વિશ્વસનીય સેવા છે. જોકે ઈ-મેઈલ જે-તે વ્યક્તિ સુધી માત્ર પળવારમાં પહોંચી જાય છે. આમ, તે સાદી ટપાલસેવાથી ખૂબ ઝડપી, ઓછી ખર્ચાળ અને વિશ્વસનીય સેવા છે. જોકે ઈ-મેઈલ એડ્રેસ લખતી વખતે ચોકસાઈ રાખવી જરૂરી બને છે.
ઈ-મેઈલને આપણે વ્યાખ્યાબદ્ધ કરવું હોય તો કહી શકાય કે લખાણ અને ચિત્રો (ગ્રાફિક્સ)નું વીજાણું પ્રવાહ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે વહન કરી શકે એવી તમામ ટેક્નોલોજીનો તેમાં સમાવેશ કરવો કરવો પડે. એ દૃષ્ટિએ ટેલિગ્રાફ, ટેલંક્સ, ફેક્સીમાઈલ, વૉઈસ મેલ અને કમ્પ્યૂટર આધારિત સંદેશ-વ્યવહાર પદ્ધતિ પણ ઈ-મેઈલના કાર્યક્ષેત્રના પરિઘમાં આવી શકે.
7.3 WhatsApp :
WhatsApp એ ફ્રી મેસેજિંગ એપ્લિકેશન છે. ફેસબુકની જેમ વોટ્સએપમાં Online & Offline વાતચીત કરી શકાય છે. જાેકે આ પ્રકારની વાતચીત પહેલાં જે-તે વ્યક્તિનો મોબાઈલ નંબર પોતાના ફોનમાં Save કરેલો હોય તે જરૂરી બને છે. વપરાશકર્તાઓ પોતાની ફેસબુકમાં સેવ કરેલા નંબરોને ચિત્રો, વીડિયો અને ઓડિયો, મીડિયા તેમજ લેખિત સામગ્રી મોકલી શકે છે અને મેળવી શકે છે.
WhatsApp ની શરૂઆત ૨૦૦૯માં કેલિફોર્નિયામાં અમેરિકા નાગરિકો Brain action અને Unraininan Jan Koum આ બંને દ્વારા કરવામાં આવી હતી અને આજે તે મહત્ત્વની મેસેજિંગ એપ્લિકેશન તરીકેની ભૂમિકા ભજવે છે.
WhatsApp ની અસર : WhatsApp એ ફ્રી મેસેજિંગ એપ્લિકેશન હોવા સાથે તેના આધારે ચિત્રો/ફોટાઓ/ઓડિયો, વીડિયો વગેરે C12 MB સુધીની મર્યાદામાં રહીને અન્ય વ્યક્તિ સુધી પહોંચાડી શકાય છે. માટે તેનો ઉપયોગ સામાન્ય વાતચીત કરવા, ડેટાની આપ-લે માટે અને મનોરંજન માટે થાય છે.
આ સર્વિસને ચાલુ કરવા માટે કોઈ ખાસ ખાતું ખોલવાની જરૂરિયાત રહેતી નથી. માત્ર મોબાઈલ ફોન નંબર અને જે તે દેશનો વિકલ્પ પસંદ કરવાથી આ સર્વિસનો લાભ લઈ શકાય છે. આ ઉપરાંત અન્ય સાધનોની તુલનાએ આ વધુ સરળ હોવાથી આજે તેનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે.
8. ઉપસંહાર :
પ્રારંભિક સમયથી જ માનવી-માનવી વચ્ચે ક્રિયા અને આંતરક્રિયા સતત થતી રહે છે. સમય પરિવર્તનની સાથોસાથ આ માધ્યમોના કદ, સ્વરૂપ, આકાર, કાર્યો અને કાર્યોની ઝડપ તેમજ તેની અસરકારકતામાં અનેકગણા ફેરફારો થયા છે. વિશ્વનું કદ નાનું (સામાજિક દૃષ્ટિબિંદુથી નહિ કે ભૌતિક દૃષ્ટિએ) થતું હોય તેવું લાગે છે. આમ, સમૂહ માધ્યમોનો સૌથી વધુ ઉપયોગ યુવા જૂથ કરે છે. મોડી રાત સુધી જાગીને સવારે મોડા ઊઠીને સ્વાસ્થ્ય પર માઠી અસર ઊભી કરે છે. આ સમૂહ માધ્યમો અને યુવાનોનો અભ્યાસ વિષય રસપ્રદ છે.
સંદર્ભ પુસ્તકોની યાદી
• ગુજરાતી પુસ્તકોની યાદી :
૧. ડૉ. પ્રીતિ શાહ : સમૂહ માધ્યમો અને સાહિત્ય
૨. ડૉ. રમણીક ભટ્ટી : સમૂહ પ્રત્યાયનું સમાજશાસ્ત્ર
૩. હસમુખ બારાડી : ટેલિવિઝન
૪. યાસીન દલાલ : માધ્યમ મીમાંસા
૫. જ્યોતિ રાવલ : સમૂહ પ્રત્યાયન
૬. નિલેશ જાદવ : ઈન્ટરનેટ શું છે ? પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ૯૫૯
૭. રમેશ જાદવ : ટેલિકોમ્યુનિકેશન : પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ૯૫૫
• હિન્દી પુસ્તકોની યાદી :
૧. અર્જુન તિવારી : જનસંચાર ઔર હિન્દી પત્રકારિતા
૨. ડૉ. શ્રીનાથ શર્મા અને
ડૉ. ભૂપેન્દ્ર ગૌતમ : જનસંચાર એવં પત્રકારિતા
૩. મધુકર લેલે : ભારત મેં જનસંચાર ઔર પ્રસારણ મીડિયા
૪. સુમિત મોહન : મીડિયા લેખન
૫. એસ. એલ. દોશી : આધુનિકતા, ઉત્તર આધુનિકતા એવં નવ
સમાજશાસ્ત્રીય સિદ્ધાંત
૬. એન. સી. પંત : હિન્દી પત્રકારિતા કા વિકાસ
• અંગ્રેજી પુસ્તકોની યાદી :
૧. R. K. Chatterjee : Mass Communication
૨. D. S. Mehtha : Mass Communication and Jouranalism in India
૩. Golding Pater : Mass Media