માનવ જીવનને ઉપકારકઃ- કુદરતી ઉપચાર

મહેશ સી. વાઘેલા પી.એચ.ડી. વિધાર્થી,ગાંધી દર્શન વિભાગ,ગૂજરાત વિધાપીઠ,અમદાવાદ-૧૪

અત્યારે દવાઓની બોલબાલા છે. એલોપથી, આયુર્વેદ, હોમિયોપથી, બાયોકેમીક, યુનાની સારવાર પધ્ધતિ ધ્વારા એક દવાથી નહિ તો બીજી દવાથી લોકો રોગ મટાડવા માટે પ્રયત્ન કરે છે. દોરા-ધાગા, બાધા- આખડી રાખે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઉંટ વૈદો પણ લોકોની દવા કરે છે. લોકોને આરોગ્યની કાળજી રાખવી નથી, પોતાને મન-ગમતુ વર્તન કરવું છે. કોઈ પરહેજ, ચરી પાળવી નથી. દવાઓ ખાઓ અને આરોગ્ય સારૂ થયું છે એવા ભ્રમમાં જીવવું. આપણા દેશવાસીઓ દવાથી રોગ ન મટે તો નસીબને દોષ દે છે. ઘણીવાર વૃધ્ધાવસ્થા તો રોગોના ઘેરાવ વચ્ચે પસાર કરીને મોત સુધી પહોંચવાનું હોય છે. તેવી સામાન્ય માન્યતા ધરાવે છે.કોઈપણ રોગ માટે મોટાભાગે દર્દીની જીવન પધ્ધતિ, રહેણી કરણી જ જવાબદાર હોય છે. વર્તમાન સમયમાં કોઈ રોગ દવા વિના મટી શકે તે વાતને સાંભળવા કે સ્વીકારવા કોઈ તૈયાર નથી. દવા સિવાય પણ રોગ મટાડી શકાય છે. તે માટે દેશ-વિદેશમાં અનેક સેવાભાવી, બુધ્ધિશાળી માણસોએ સંશોધન કાર્ય કર્યું છે. દવા વગરની બીજી ઉપચાર પધ્ધતિઓ ઉપર રાષ્ટ્રીય કક્ષાએ અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ પરિષદો, સંમેલનો થાય છે. તેના અહેવાલો પ્રકાશિત થાય છે.ભારત દેશમાં વર્તમાન સમયમાં બસો કરતા વધુ કુદરતી ઉપચાર કેન્દ્રો કાર્યરત છે. જેટલી કુદરતી ઉપચાર અંગેનુ સ્નાતક કક્ષાનું શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. કુદરતી ઉપચાર અંગેના દેશમાં ૮ કરતા વધુ જુદી જુદી ભાષામાં સામયિક પ્રગટ થાય છે.

સંદર્ભ ગ્રંથ સુચિઃ-

(૧)      ર્ડા. શરણપ્રસાદ, અનુવાદકઃ- દેસાઈ જીતેન્દ્ર

જૂન-૨૦૧૩ “કુદરતી ઉપચાર”

નવજીવન પ્રકાશન મંદિર – અમદાવાદ-૧૪

(૨)      લેખકઃ- જુસ્ટ એડોલ્ટ, અનુવાદક-સંક્ષેપકઃ- સ્વ. વૈષ્ણવ ચીમનલાલ

૧૯૯૯ “રીટર્ન ટુ નેચર” – “કુદરતમય જીવન”,

શિવામ્બુ ચિકિત્સા સંશોધન મંડળ C/O. ભૂમિપુત્ર, હુજરાત પાગા, વડોદરા – ૧

(૩)      ગાંધી વિનુભાઈ ગો.

જાન્યુઆરી – ૨૦૧૬ “સ્વાશ્રયી પરિવાર” – સામયિક

અખિલ ગુજરાત કુદરતી ઉપચાર અને યોગ મહામંડળ,

જી-૩, સિધ્ધાર્થ ફલેટસ, કાળાનાળા, ભાવનગર – ૧

(૪)      વૈધશ્રી અગ્રાવત શાંતિભાઈ

મે-૨૦૧૦, જુલાઇ -૨૦૧૨, ઓગષ્ટ-૨૦૧૬ “નિરામય” સામયિક-માસિક

આયુર્વેદ સહાયક નિધી, નિરામય કાર્યાલય, આયુર્વેદ ભવન,

ઈન્કમ ટેકસ ઓફિસની સામે, અમદાવાદ – ૧૪

(૫)      “દિવ્ય ભાસ્કર”

કુદરતી ઉપચાર તરફ શા માટે ? દિવ્ય ભાસ્કર વડોદરા આવૃતિ ૦૮ જાન્યુઆરી ૨૦૧૭